રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક છાતીમાં દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકના કારણે મોત થવાની ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું તો સુરતમાં બે યુવાનોને છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નીપજ્યું. હાલ મૃત્તકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. રાજકોટની ગોકુલ હોસ્પિટલના 22 વર્ષીય ડોકટર અવિનાશ વૈષ્ણવનું હાર્ટ એટેકથી મોત થયું છે. માત્ર 22 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાથી મોત થતા હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ જ ક્રમમાં સુરતમાં પણ 2 મોત થયા છે.
Tags HEART ATTACK india Rakhewal