હાર્દિક પટેલની પત્નીનો દાવો : કોંગ્રેસના શાસનથી લોકો કંટાળ્યા, વિરમગામમાં જીત નક્કી

ગુજરાત
ગુજરાત

રાજ્યની વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. વિરમગામમાં પાટીદાર આંદોલન સમિતીએ હાર્દિક પટેલ સામે ઉગ્ર વિરોધ કર્યો છે. પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ઉછળતાં વિરમગામમાં છેલ્લી ઘડીએ હાર્દિક પટેલનું વધ્યું ટેન્શન વધી ગયુ છે. પરંતુ તેની પત્નીએ હાર્દિકની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનથી લોકો કંટાળી ગયા હતાં એટલે જ ભાજપ આટલો લાંબો સમય સુધી સત્તામાં છે અને હજી બહુમતિથી સરકાર બનશે. વિરમગામમાં હાર્દિકની ભવ્ય જીત થશે.
લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશેઃ કિંજલ પટેલ
કોંગ્રેસથી કંટાળી ગયેલા લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશે. વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે કહ્યું, વિરમગામમાં 10 વર્ષથી વિકાસના કામો ન થતા લોકો હવે કંટાળી ગયા છે. જેથી આ પરિસ્થિતિને બદલવા લોકો પરિવર્તન લાવશે. જે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામના દિવસે જોવા મળશે.
વિરમગામમાં લાગ્યા હાર્દિક પટેલની વિરુદ્ધના પોસ્ટરો
બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વિરમગામમાં હાર્દિક પટેલની વિરુદ્ધમાં ઠેર-ઠેર પોસ્ટરો લગેલા જોવા મળ્યાં. મતદાનની આખરી ઘડીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરોમા લખ્યુ છે ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો? ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં આવા પોસ્ટરો લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
વિરમગામ બેઠક પર ત્રીપાંખીયો જંગ
આજે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે. ત્યારે વિરમગામ વિધાનસભાની બેઠક પર ભાજપે પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે. અને આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલનું નામ જાહેર થયા બાદ તે મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. તેમણે તેમના મત વિસ્તારમાં ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. આ સાથે હાર્દિક પટેલના ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા હતા. . કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં તે તો આવતી 8 તારીખે જાણવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.