યોગાસનમાં ગુજરાતનો વિજયી પ્રારંભ, નેશનલ ગેમ્સ સ્વિમિંગમાં માના પટેલને ત્રીજો ગોલ્ડ

ગુજરાત
ગુજરાત

:
ગુજરાતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં ટોચની સ્વિમર માના પટેલે શાનદાર દેખાવ જારી રાખતા ત્રીજીવાર રેકોર્ડ તોડતા ત્રીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ગુજરાતને આ સાથે એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા. અગાઉ યોગસનમાં ગુજરાતને પૂજા પટેલે ગોલ્ડન શરૃઆત અપાવતા પરંપરાગત યોગાસનની મહિલાઓની ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. જ્યારે જુડોમાં રોહિત મજગુલે ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
૩૬મી નેશનલ ગેમ્સમાં ઘરઆંગણે ગુજરાતના ખેેલાડીઓએ આ સાથેે કુલ મળીને ૧૦ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ એમ કુલ મળીને ૩૦ મેડલ જીતી લીધા હતા. ગુજરાત મેડલ ટેબલમાં ૧૩માં સ્થાને યથાવત્ રહ્યું હતુ.
માના પટેલનો વધુ એક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
ગુજરાતની ઓલિમ્પિયન સ્વિમર માના પટેલે રાજકોટમાં ચાલી રહેલી ૩૬મી નેશનલ ગેમ્સની સ્વિમિંગની સ્પર્ધામાં ત્રીજો રેકોર્ડ સર્જાતા ત્રીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ તેનો ૩૬મી ગેમ્સનો કુલ ચોથો મેડલ હતો. તે અગાઉ એક સિલ્વર પણ જીતી હતી. માનાએ મહિલાઓની ૫૦ મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ૨૯.૭૭ સેકન્ડના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ સર્જતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કર્ણાટકની રિધિમા કુમાર ૩૦.૧૩ સેકન્ડ સાથે બીજા અને બંગાળની સાગ્નીકા રોય ૩૧.૨૪ સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહી હતી. માનાએ અગાઉ ૨૦૦ મીટર બેકસ્ટ્રોક, અને ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં રેકોર્ડ સર્જતાં ગોલ્ડ જીત્યા હતા. જ્યારે ૫૦ મીટર ફ્રિસ્ટાઈલમાં તેને સિલ્વર મેડલ મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.