ગુજરાતીઓ પાણી વાપરજો સાવચેતીથી, રાજ્ય સરકાર નર્મદાના પાણીમાં કરી રહી છે ભાવ વધારો

ગુજરાત
ગુજરાત

ગુજરાતીઓ પાણી વાપરજો સાવચેતીથી, જી હાં રાજ્ય સરકાર નર્મદાના પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના ભાવમમાં ધરખમ વધારો કરી રહી છે. નોંપાત્ર છે કે છે કે આવતા વર્ષે માર્ચ-2021થી પીવાના પાણીના દરમાં અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં વધારો થશે. જેમાં પીવાના પાણીના 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં રૂ 3.13નો તોતિંગ વધારો કર્યો છે. ત્યારે હવે જે નાગરીકો નર્મદાનું પાણીનું વપરાશ કરે છે તે તમામ લોકોએ વધુ દર ચૂકવવો પડશે, ઉલ્લેખનીય છે કે નર્મદાનું પાણી પીવા અને ઔદ્યોગિક વપરાશ માટે ફાળવવામાં આવે છે.

રાજ્યમાં માર્ચ 2021 પછી નર્મદાના પાણીના દરમાં વધારો થશે. ગુજરાતમાં વર્ષ 2006-07ના વર્ષમાં પ્રથમ વખતે દરો નિયત એટલે કે નક્કી કરવામાં આવ્યા હતા. તે સમયે પીવાના પાણી માટે માત્ર 1 રૂપિયો નક્કી થયો હતો, ત્યારે બીજી તરફ ઉદ્યોગોના વપરાશ માટે 10 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રત્ેક નાણાકીય વર્ષના અંતે અંદાજીત 10 ટકાનો વધારો કરવામાં આવે છે.

બીજી તરફ નજર કરીએ તો વર્ષ 2014-2015માં દર અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે નર્મદા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતમાં 10 ટકા સુધીનો વધારો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં જ્યાં નર્મદા નદીની મુખ્ય કેનાલો અને સબ કેનાલો આવે છે આ કેનાલો માંથી લોકોને પાણીનો પુરવઠો સપ્લાય કરવામાં આવે છે. નોંધપાત્ર છે કે આ વિતરણ અંગે રાજ્ય સરકારનો પાણીપુરવઠા તંત્રની સાથે સાથે તેની સાથે જોડાયેલી સંલગ્ન એજન્સીઓ પણ આ વહિવટ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.