1 મેના રોજ લોન્ચ થશે ‘ગુજરાતી સમાજની’ એપ્લિકેશન

ગુજરાત
ગુજરાત

ગુજરાત મુંબઈમાંથી અલગ થયું એટલે કે, 1 મેનો દિવસ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગામી ગુજરાતના સ્થાપના દિવસે ‘વિશ્વ ગુજરાતી સમાજ’ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવનાર છે. જેનાથી વિશ્વભરના ગુજરાતીઓ એક જ નેટવર્ક નીચે આવી એકબીજાના સંપર્કમાં આવી શકશે અને ગુજરાતીઓનું એક વિશાળ નેટવર્ક ઉભુ થશે.

વિશ્વ ગુજરાતી સમાજ ની. એપ્લિકેશન ગુજરાત ના સ્થાપના દિવસે લોન્ચ થશે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ । ઓનલાઈન ઝૂમ મીટીંગના (ટૂંક સમયમાં આઈ.ડી, પાસવર્ડ અને સમયની જાહેરાત થશે) આયોજન થકી એપ્લિકેશન લોન્ચ કરશે.આ ઝૂમ મીટીંગમાં કોઈ પણ ગુજરાતીઓ જોડાઈ શકશે.

વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ કન્વીનર આકાશભાઈ પટેલના અવનવા વિચારોના સમાવેશ થકી લોન્ચ થનાર આ એપ્લિકેશનમાં વિશ્વભરમાંથી કોઈ પણ ગુજરાતી ફોર્મ ભરીને ગુજરાતીઓના આ વિશાળ નેટવર્કનો ભાગ બની શકશે. સંગઠનના હોદ્દેદાર તરીકે ફોર્મ ભરવા ફીસ સાથે સંગઠનાત્મક જરૂરી નિયમો લાગુ પડશે જ્યારે કાર્યકર્યા અર્થાત ગુજરાતી રાષ્ટ્ર ચિંતક તરીકે ફોર્મ ભરવા કોઈ ફીસ કે નિયમો લાગુ પડશે નહી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.