માસ્ક પર વસુલાતા દંડમાં ગુજરાત દેશમાં અવ્વલ!અધધ રૂા.115 કરોડનો દંડ વસુલ્યો!

ગુજરાત
ગુજરાત

ગુજરાત દેશમાં અનેક બાબતોમાં આગળ છે. હવે માસ્કનો નિયમ ન પાળવામાં અને આ મામલે સૌથી વધુ દંડ મામલે પણ ગુજરાત દેશમાં અવ્વલ બન્યુ છે.જીહા, ગુજરાતીઓએ માસ્ક ન પહેરવાનાં દંડમાં અધધધ 115.8 કરોડ રૂપિયા ભર્યા છે.જયાં સુધી વેકસીન નથી આવતી ત્યાં સુધી કોરોનાથી બચવાનો ઉપાય માસ્ક છે. આ પરિસ્થિતિમાં માસ્ક ન પહેરનારા અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરનારા લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યા છે. જોકે કેટલાંક લોકો બેદરકારી રાખી રહ્યા છે.માસ્ક માટે વસુલવામાં આવતા દંડ મામલે સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છે. અત્યાર સુધીમાં આ મામલે ગુજરાત સરકારે દંડ પેટે રૂા.115.8 કરોડ રૂપિયા વસુલ્યા છે.

આ દંડની તુલના ઐતિહાસીક ઈમારતોની એન્ટ્રી ફીના આંકડા સાથે કરીએ તો આ આંકડો એક વર્ષનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તાજમહાલ જોવા આવતા પ્રવાસીઓ પાસેથી વસુલવામાં આવતી ટીકીટોની રકમ કરતા પણ મોટો છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત સરકાર પાસેથી હાઈકોર્ટે કોરોના પર કરવામાં આવેલ કાર્યવાહી મામલે જવાબ માંગવામાં આવ્યો હતો.જેના પર ગુજરાત સરકારે દાખલ કરાયેલા સોગંદનામામાં જણાવ્યા મુજબ માસ્ક અને સામાજીક દુરીના નિયમોના ઉલ્લંધન કરનારા લોકો પાસેથી 22 ડીસેમ્બર સુધી 115.2 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.