સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે નવમાં સ્થાને, રૂપાણી સરકાર માટે ખુશખબર

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫૧૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંક હવે ૨,૧૭,૩૩૩ છે. ગુજરાતમાં છેલ્લા ૧૨માંથી ૧૧ દિવસમાં કોરોનાના કેસનો આંક ૧૫૦૦થી વધારે નોંધાયો છે. હાલમાં ૧૪૭૪૨ એક્ટિવ કેસ છે જ્યારે ૯૦ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૦૬૪ છે. ડિસેમ્બરના પ્રથમ પાંચ દિવસમાં જ ૭૫૫૩ કેસ નોંધાયા છે જ્યારે ૭૫ના મૃત્યુ થયા છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે નવમાં સ્થાને છે. હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૩૮૫૯ એક્ટિવ કેસ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૨૯૬-ગ્રામ્યમાંથી ૩૬ એમ ૩૩૨ નવા કેસ સાથે કુલ કેસનો આંક હવે ૫૧૭૨૪ છે. ડિસેમ્બરમાં અત્યારસુધી અમદાવાદમાં ૧૬૪૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. સુરત શહેરમાં ૨૦૨-ગ્રામ્યમાં ૩૯ એમ ૨૪૧ સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે ૪૪૯૦૪ છે. વડોદરા શહેરમાં ૧૩૭-ગ્રામ્યમાં ૪૧ સાથે ૧૭૮,રાજકોટ શહેરમાં ૧૦૧-ગ્રામ્યમાં ૪૪ એમ ૧૪૫ નવા કેસ સામે આવ્યા છે. મહેસાણામાં દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે.

ગુજરાતના એક જ જિલ્લામાંથી છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહેસાણા ૭૩ કેસ સાથે પાંચમાં સ્થાને છે. મહેસાણામાં છેલ્લા પાંચ દિવસમાં ૩૪૭ સાથે કુલ કેસનો આંક હવે ૫૭૬૭ છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં ૫૮ સાથે ગાંધીનગર, ૪૪ સાથે જામનગર, ૪૩ સાથે સાબરકાંઠા, ૩૭ સાથે બનાસકાંઠા-પાટણ, ૨૮ સાથે પંચમહાલનો સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૯, રાજકોટમાંથી ૩, સુરતમાંથી ૨ જ્યારે અરવલ્લીમાંથી ૧ના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૧૦૯, સુરતમાં ૯૧૦, રાજકોટમાં ૧૮૧, અરવલ્લીમાં ૨૫ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૮૬% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૩૪૪, સુરતમાં ૨૬૯, વડોદરામાં ૨૨૧, રાજકોટમાં ૧૧૮, ગાંધીનગરમાં ૬૫ એમ રાજ્યભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૩૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧,૯૮,૫૨૭ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે વધીને ૯૧.૩૫% છે. ગુજરાતમાં હાલ ૫,૪૧,૦૬૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૯૬૬૮ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૮૧,૭૨,૩૮૦ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.