ગુજરાત રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ૮૯૦૪ અને મૃત્યુઆંક ૫૩૭ જ્યારે ૪૬૬ દર્દી ડિસ્ચાર્જ થયા

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર :  રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૬૨ નવા કેસ નોંધાયા છે અને ૨૪ દર્દીના મોત થયા છે, જ્યારે ૪૬૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૮,૯૦૪ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૫૩૭ થયો છે. તેની સાથે સાથે ૩,૨૪૬ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૬૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે ૨,૯૭૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ કુલ ૮૮ ટેસ્ટ વધુ થયા છે અને ૧૧ મે કરતા ૨૦ કેસ વધુ પણ આવ્યા છે. આમ ટેસ્ટ વધ્યા હોવાથી કેસ પણ વધ્યાં છે.રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬૨ કેસ
કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૩૬૨ નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨૬૭, વડોદરામાં ૨૭, સુરતમાં ૩૦, મહેસાણામાં ૭, કચ્છમાં ૬, ગીર સોમનાથમાં ૫, છોટાઉદેપુર, ગાંધીનગર અને ખેડામાં ૩-૩ નવા કેસ ભાવનગર, મહીસાગર, પાટણમાં ૨-૨ કેસ અને દેવભૂમિ દ્વારકા, અવલ્લી, સાબરકાંઠા, જામનગર અને ભરૂચમાં ૧-૧ નવા કેસ સામેલ છે. જ્યારે ૪ના કોરોનાથી અને ૨૦ દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં ૨૧, રાજકોટ, સુરત અને વડોદરામાં ૧-૧ દર્દીના મોત થયા છે. કુલ ૮,૯૦૪ દર્દીમાંથી ૩૦ વેન્ટીલેટર પર છે જ્યારે ૫૦૯૧ની હાલત સ્થિર છે અને ૩,૨૪૬ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને ૫૩૭ના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૯,૫૩૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૮,૯૦૪ના રિપોર્ટ પોઝિટિવ અને ૧,૧૦,૬૩૩ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.