ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સોમવારે થયું હતું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા. સીએમએ શહેરના શીલજ વિસ્તારમાં મતદાન કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ભાજપના ઉમેદવાર છે. સાથે જ બીજા તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા પહોં પહોંચ્યા હતા. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસમાંથી શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને ૧ લાખથી વધુ મતની લીડ મળી હતી અને તેઓ જીતી ગયા હતા.

ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર ૬૩.૧૪ ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં ૭૮.૨૪ ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું ૫૭.૫૮ ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં ૫૭.૫૯ ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા ૫ જિલ્લામાં ૬૫ ટકાથી વધુ મતદાન થયું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં ૧૯૮૫ પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી. કૉંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.