ગુજરાતમાં પણ અનેક શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી લીલા લહેર
સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સમયસર મેઘસવારી આવી પહોંચતા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા મહદ અંશે હળવી થશે અને વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ હવે વાવણી કાર્યમાં જોતરાય જશે. અમદાવાદમાં વહેલી સવારથી જોરદાર વરસાદ વરસી જતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. વટવા સર્કલ પાસે પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં અકિલા મુકાયા હતા. અમદાવાદમાં અનેક સ્થળે વૃક્ષો પડવાના બનાવો બન્યા છે અમદાવાદ ગ્રામ્ય પંથકમાં પણ જોરદાર વરસાદ પડયો છે. આણંદમાં ભારે વરસાદથી વૃક્ષો પડી ગયા છે. વિરમગામમાં પણ સાર્વત્રિક વરસાદના વાવડ મળે અકીલા છે. ગાંધીનગર જિલ્લામાં પણ મુશળધાર વરસાદ પડયો છે. રાજયના કુલ ૧૦૪ તાલુકામાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ પડયો છે. અવલ્લીજિલ્લામાં પણ વરસાદ ચાલુ છે. ઉત્તર ગુજરાતના તલોદ, મહેસાણા, વિજાપુર, બહુચરાજી, વિસનગર, બાલાસિનોરમાં પણ સંતોષ કારણ વરસાદ વરસ્યો છે.