ગુજરાતમાં અત્યારસુધીમાં ૧,૪૮,૮૨૪ ટેસ્ટ કરાયા, જેમાંથી ૧૧,૭૪૬ પોઝિટિવ અને ૧,૩૭,૦૭૮ નેગેટિવ આવ્યાં,૬૯૪ના મોત

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં અત્યારસુધીમાં ૧૪૮૮૨૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧૭૪૬ પોઝિટિવ અને ૧૩૭૦૭૮ નેગેટિવ આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૬૬ નવા કેસ, ૩૫ મોત અને ૩૦૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧૧૭૪૬, મૃત્યુઆંક ૬૯૪ અને ૪૮૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં ૨૬૩, સુરતમાં ૩૩, વડોદરામાં ૨૨, ગાંધીનગરમાં ૧૨, પાટણમાં ૭, વલસાડમાં ૬, ભાવનગરમાં ૪, દાહોદમાં ૪, કચ્છમાં ૩, જૂનાગઢમાં ૩, અરલ્લીમાં ૩, મહીસાગરમાં ૨, ખેડામાં ૧, સાબરકાંઠામાં ૧ અને સુરેન્દ્રનગરમાં ૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા ૧૧૭૪૬ દર્દીઓમાંથી ૩૮ દર્દી વેન્ટિલેટર પર, ૬૨૧૯ સ્થિર, ૪૮૦૪ ડિસ્ચાર્જ અને ૬૯૪ દર્દીઓના મોત નીપજ્યાં છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.