વડોદરા : કોરોનાથી વધુ ૨ દર્દીના મોત સાથે મૃત્યુઆંક ૨૭ થયો
રખેવાળ, વડોદરા
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા-શહેર જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા ૩૮૬ ઉપર પહોંચી છે. આ ઉપરાંત સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોરોના વાઈરસથી આજે ૨ લોકોના મોત થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક ૨૭ ઉપર પહોંચ્યો છે અને ૧૪૬ લોકો કોરોના મુક્ત થઇને ઘરે પહોંચ્યા છે.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી કોરોના વાઈરસના ૧૮૦ પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અત્યાર સુધી કુલ ૪૧ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના વાઈરસનો હોટસ્પોટ વિસ્તાર બન્યો છે. જેને પગલે આજે પાણીગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે. જેને પગલે પંચમહાલ જિલ્લાને રેડ ઝોન જાહેર કરાયેલો છે. ગોધરામાં આજે કોરોના વાઈરસના વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૮ પોઝિટિવ કેસો થયા છે.