ગુજરાતના ૪ IPS અધિકારીની બઢતી સાથે બદલી, વિરમગામના ASPને રાજકોટમાં DCP તરીકે બઢતી

ગુજરાત
ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૬ની બેન્ચના ચાર IPS અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં અમરેલીના ASP પ્રેમસુક દેલુ, ASP અમિત વસાવા અને ASP રવિન્દ્ર પટેલની SRPFમાં કમાન્ડન્ટ તરીકે જ્યારે ASP પ્રવીણ કુમારની DCP તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

અમરેલીના ASP પ્રેમસુખ દેલુને રાજુલા SRPF ગ્રુપ ૨૧માં કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. વડોદરા રુરલના ASP રવિન્દ્ર પટેલની વડોદરા SRPF ગ્રુપ ૯માં કમાન્ડન્ટ તરીકે જ્યારે વેરાવલના ASP અમિત વસાવાની બનાસકાંઠાના મેડાણા SRPF ગ્રુપ-૩ના કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. વિરમગામના છજીઁ પ્રવીણ કુમારને બઢતી આપીને રાજકોટ શહેરના ઝોન-૧ના DCP બનાવવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.