સરકાર તો હમણાં જાગી, 15 વર્ષથી મહેસાણાનો ખેડૂત સિંચાઈ માટે કરે છે પવનચક્કીનો ઉપયોગ

ગુજરાત
ગુજરાત

મહેસાણાના ઊંઝાના ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી 15 વર્ષથી ખેતી કરી રહ્યાં છે. હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં તેનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી 2007-08થી મેળવે છે. 2.36 હેક્ટર જમીન છે.

ઉલ્લેખનીય છે કે ખેતરમાં સિંચાઇ માટે પવનચક્કીનો ઉપયોગ કરે છે. ખેતી, ઘર કે કોઈ સાધન કે જે ઈલેક્ટ્રીસિટીથી ચાલે છે તે માટે સોલાર ઉર્જા વાપરે છે. ખેતરમાં નહેર અને બાજુમાંથી બોરનું ભાડે પાણી લેતાં હતા. વીજળી અને પાણી અનિયમિત મળતું હોવાથી ઉત્પાદન ઓછું મળતું હતું.

સરકારી વીજ કંપનીઓ પર વીજળી માટે આધાર રાખવાના બદલે પોતાના ખેતરમાં જ વીજળી પેદા કરીને કે પવન ઉર્જા પેદા કરીને સિંચાઈ કરે છે. સરકારની કોઈ યોજના ન હતી ત્યારથી તેઓ આવી ખેતી કરે છે. સૂર્ય ઉર્જાના 4 પ્લોટથી 300 વોટ વિજળી પેદા કરી છે. 3 હજાર ખેડૂતો તેમના આ પ્રોજેક્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમને કૃષિ સંશોધન માટે સરકારે પુરસ્કાર આપ્યો હતો. ગાંધીનગર કૃષિ ભવનના અધિકારી માહિતી આપતાં કહે છે કે, જયેશભાઈને અમે પ્રોત્સાહિત કર્યા છે. દરેક ખેડૂતોએ પોતાના ખેતરને જયેશભાઈની જેમ આત્મનિર્ભર બનાવવું જોઈએ. તો ઉત્પાદન પણ વધશે, ખર્ચ ઘટશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.