ગુજરાતીઓ માટે રાહતનાં સમાચાર, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થયો ઘટાડો

ગુજરાત
ગુજરાત

ગુજરાતની જનતા માટે રાહતનાં સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાં આજે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. દેશમાં સવારે 6 વાગે ઈંધણના ભાવમાં ફેરફાર થાય છે ત્યારે આજે સવારે 6 વાગ્યે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલ ડિઝલના નવાં ભાવ જાહેર કર્યા છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલ ડિઝલના જાહેર કરાયેલાં નવાં ભાવ મૂજબ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલમાં 56 પૈસાનો ઘટાડો થયો છે. તે સાથે પંજાબમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે. જ્યારે મધ્યપ્રદેશમાં પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 28 પૈસાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ 52 પૈસાનો વધારો થયો છે.

દેશમાં દિલ્લી, મુંબઈ, કોલકાતા, ચેન્નઇ અને અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર

કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર

ચેન્નાઈમાં પેટ્રોલ 102.73 રૂપિયા અને ડીઝલ 94.33 રૂપિયા પ્રતિ લીટર

અમદાવાદમાં પેટ્રોલ 96.64 રૂપિયા અને ડીઝલ 92.39 રૂપિયા પ્રતિ લીટર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.