ગાંધીનગર જીટીયું ખાતે પબ્લિક ટેસ્ટિંગ લેબનું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર ખાતે જીટીયુ દ્વારા શરૂ કરાયેલી પબ્લિક ટેસ્ટિંગ લેબમા તમામ પ્રકારની દવાઓ, હર્બલ,વિવિધ ફર્ટિલાઇઝર્સના નમૂના અને તેની ગુણવત્તાયુક્ત ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ ગુજરાતમાં 91 ટકા નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે,જ્યારે બાકી રહેલા 9 ટકા લોકોને ઘરેઘરે જઇને રસી આપવાનું સધન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક પૂર્ણ કરવા ગામમાં મતદારયાદી અને શહેરી વિસ્તારમાં વોર્ડ પ્રમાણેનું આયોજન કરીને બાકી રહેલા નાગરિકોને પ્રોત્સાહિત કરી વેક્સિનેશન ઝડપી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત 91 ટકામાં બીજો ડોઝ માટે જે લોકો બાકી છે તેમનું ઝડપી રસીકરણ થાય તેનું અભિયાન સઘન બનાવાશે. આ ઉપરાંત ફાર્મસીની વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટ્અપ સ્ટોરનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ નવીન લેબમાં ગુણવત્તાયુક્ત ટેસ્ટિંગ,શૈક્ષણિક સંસ્થાઓ-ઉદ્યોગ માટે તાલીમબદ્ધ માનવબળ,વિવિધ એનાલિટીકલ સેવાઓ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠ,રજિસ્ટ્રાર ડો.કે.એન.ખેર સહિત વૈજ્ઞાનિકો,અધ્યાપકો અને ફાર્મસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.