ગાંધીનગર શહેર ભાજપ દ્વારા નારી શક્તિ વંદન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર શહેર ભાજપ દ્વારા નારીશક્તિ વંદન અભિયાન અન્વયે વિવિધ એનજીઓ સાથે જોડાયેલ 400 થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં મહિલા એનજીઓ સંમેલન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ભાજપાની કાર્યસૂચિ મુજબ નારીશક્તિ વંદન અભિયાન હેઠળ રાજ્યવ્યાપી મહિલા સ્વયં સહાયતા સમૂહ- એનજીઓ સંપર્ક અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.ગાંધીનગર શહેર ભાજપ દ્વારા નારીશક્તિ વંદન અભિયાન અન્વયે વિવિધ એનજીઓ સાથે જોડાયેલ 400 થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં મહિલા એનજીઓ સંમેલન યોજવામાં આવ્યું હતું. કેન્દ્રીય ભાજપાની કાર્યસૂચિ મુજબ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તેમજ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો. દીપિકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપા દ્વારા નારીશક્તિ વંદન અભિયાન હેઠળ રાજ્યવ્યાપી મહિલા સ્વયં સહાયતા સમૂહ- એનજીઓ સંપર્ક અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત ગાંધીનગર મહાનગર મહિલા મોરચા દ્વારા ગાંધીનગર ખાતે મહિલા એનજીઓ સંમેલન યોજાયું હતું. જેમાં વિવિધ એનજીઓ સાથે જોડાયેલ 400 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સંમેલનમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, મહામંત્રીઓ એનજીઓ સંપર્ક અભિયાનની ટીમ, મહિલા નગરસેવકો, મોરચાની કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહી રહ્યાં હતાં.આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા મહિલાઓ માટે કરાયેલ વિવિધ હિતકારી નિર્ણયો અને કાર્યરત યોજનાઓ અંગે છણાવટ કરી હતી. ઉપસ્થિત વિવિધ એનજીઓની મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં નોંધપાત્ર રીતે થઈ રહેલ મહિલા ઉત્કર્ષના કાર્યોને બિરદાવી પ્રધાનમંત્રી અને ભાજપાને સમર્થન દર્શાવ્યું હતું.