આજથી આકાશમાં ચાર દિવસ ઉલ્કાવર્ષાનો નજારો જોવા મળશે

ગુજરાત
ગુજરાત

દુનિયાભરમાં તા.9ને શુક્રવારથી ચાર દિવસ ઉપરાંત તા.22મી ઓકટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષોનો અદ્ભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકના 50 થી 100 વધુ ઉલ્કા પડતી જોવા મળશે. આકાશમાં રીતસર ઉલ્કાનો વરસાદ નિહાળવા સાથે દિવાળીના ફટાકડાની આતશબાજીનો રોમાંચ માણવા મળશે.

ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષોની મહત્તમ શુક્રવારથી મંગળવારની રાત્રીના ભાગે આકાશમાં જોવા મળશે નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન 10થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વષોએ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે.

આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાયછે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.

આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના 30 કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમા ંરહેલા વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્ન સ્વિરૂપે આકાશમાં જોવા મળે છે. તેને પ્રકાશમાં ફાયરબોલ, કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સૂર્ય પ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે.

ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં 500થી વધુ પડી ઉલ્કાનો વરસાદ પડશે. જોનારા દિગ્મુઢ બની જશે. ઉલ્કા વર્ષાની દિશા નિશ્ચિત નથી. કુદરતી ઘટના હોય,સમય, દિવસનો સામાન્ય ફેરફાર જોવા મળે છે. અવકાશી ઘટનામાં ધીરજનો ગુણ અતિ જરૂરી છે. કયારેક નિરાશા પણ સાંપડે છે. જીંદગીમાં એકવાર ઉલ્કા ખરતી જોવી તે લ્હાવો છે. કાયમી સંભારણું બની જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.