આજથી દીવ-દમણ વીકેન્ડ્સ પર બંધ રહેશે, તમામ જાહેર સ્થળો સહિત બીચ-પાર્કમાં પ્રતિબંધ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાને લઈને દીવ-દમણમાં જાહેર ફરવાના સ્થળો, બીચ અને પાર્કો શનિવાર તથા રવિવારના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જ્યાં સુધી સરકાર દ્વારા અન્ય આદેશ ન આવે ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે. પ્રશાસને સ્થાનિક લોકોને પણ બિન જરૂરી કામ વગર અન્ય રાજ્ય જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ,કર્ણાટક અને તામિલનાડુ જેવા રાજ્યોની મુલાકાત ન લેવા સૂચન કરવામાં આવ્યું છે.

26મી જાન્યુઆરીએ દમણને કોરોના મુક્ત જાહેર કરાયું હતુ. પરંતુ 17 દિવસ પછી કોરોનાની રી એન્ટ્રી થતા અત્યાર સુધીમાં 50થી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણને અટકાવવા અને ખાસ કરીને વીક એન્ડમાં હજ્જારોની સંખ્યામાં સહેલાણીઓ દમણની મુલાકાતે આવતા હોય છે એવા સંજોગમાં કોરોના સંક્રમણ વધતા દાનહ અને દમણ દીવ પ્રશાસને કોરોના સંક્રમણને રોકવા માટે શનિ રવિ તથા અન્ય જાહેર રજાના દિવસે જાહેર પર્યટન સ્થળો, બીચ, પાર્ક સહિત જ્યાં વધારે ભીડ એકત્ર થાય છે તેને બંધ રાખવા નિર્ણય કર્યો છે. દીવની શાળા, કોલેજમાં કોવીડની સરકારી ગાઈડ લાઈનનું યોગ્ય પાલન કરવાનું રહેશે. તથા દીવના સ્થાનિક લોકો માટે માસ્ક,સેનિટાઈઝર તથા જાહેર જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત છે.

સંઘપ્રદેશના હેલ્થ અને ફેમિલી વેલ્ફેર વિભાગના સેક્રેટરી એ. મુથમ્માએ જણાવ્યું કે, પડોશના ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. શનિ અને રવિવારની રજામાં અંદાજે 20 હજારથી વધુ લોકો દમણ આવે છે. આ દિવસોમાં બીચ, જમ્પોર સી ફેસ રોડ, પાર્ક અને અન્ય જાહેર સ્થળ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સહેલાણીઓ દમણની હોટલ કે રીસોર્ટમાં રોકાવા માગે તો 72 કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રીપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે.

દિવ ડેપ્યુટી કલેકટર હરમંદિર સિંધે 3 કેસ નોંધાયા અંગે આપી જાણકારી.દિવ નાં વણાંકબારા ખાતે 3 વ્યક્તીઓને રેપિડ ટેસ્ટ રિપોર્ટ કોરોના પૉસેટિવ આવતા ત્રણેય વ્યક્તિઓને દિવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અને આ વિસ્તાર ને કોંટાઇન્મેન્ટ ઝોને જાહેર કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.