અરવલ્લીની મહીલા સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

ગુજરાત
ગુજરાત

અરવલ્લીમાં એક મહીલા સાથે છેતરપિંડી થઈ છે. મહિલાને યુકે જવાનું સપનું ભારે પડ્યું છે. મહીલા સાથે 40 લાખની છેતરપીંડી થયાની ઘટના સામે આવી છે. મહિલાએ ફરીયાદ કરી છે કે યુકેની કંપનીમાં નોકરીના બહાને તેની સાથે 40 લાખની છેતરપીંડી થઈ છે. મહિલાએ મોડાસાની અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગ સામે રૂ 40 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી છે.

પરીવારને આ કંપની દ્વારા યુકેમાં ઓપન વિઝા થયેલ હોવાનું કહીને કંપનીમાં મહિલાને 2.34 લાખની પગારની નોકરી મળવાની ખાત્રી આપી હતી. અરુણાબેન ચૌધરી પોતાના પરિવાર સાથે યૂકે ગયાં હતાં. અરૂણાબેનને યુકેમાં જે કંપનીમાં નોકરી મળવાની હતી, તે જ કંપની બોગસ નીકળી હતી. જેથી મહીલાને પરિવાર સાથે ભારત પરત ફરવું પડ્યું હતું. આ મહિલાએ મોડાસા પોલીસ સ્ટેશનમાં મોડાસાની અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગ સામે ફરીયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.