રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં જોડાય એવી ચર્ચા, હાઈકમાન્ડ નિર્ણય કરશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીવાર કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી શંકરસિંહને પક્ષમાં પરત લાવવા માટે મધ્યસ્થી કરી રહ્યાં છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી પર મહોર લગાવશે. શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે સોનિયા ગાંધી મને વાતચિત કરવા બોલાવશે તો હું દિલ્હી જઈને તેમની સાથે ચર્ચાઓ કરીશ. તે ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું વિના શરતે અને સંકોચે કોંગ્રેસમાં જઈશ.

કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું જ્યારે અવસાન થયું અને તેમનો દેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો ત્યારે હું સ્વાભાવિક પણે ત્યાં ગયો હતો. ત્યાં ઘણાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મને ભેટીને રડી પડ્યાં હતાં. તેઓએ મને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસમાં પાછા આવી જાઓ. તે સમયે રાજકારણની કોઈ ચર્ચા કરવાનો કોઈ અવકાશ નહોતો. ત્યાર બાદ પણ અનેક કોંગ્રેસના આગેવાનોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં આવી જાઓ તો સારુ. આ અનુસંધાને મારો જવાબ એક જ છે.

દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સંબંધ છે. જ્યારે તે લોકો એવું કહેશે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જોઈએ આવી વાતચિત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર દિલ્હી જઈશ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને એમની સાથે વાતચિત કરીને આગળ વધીશ. જો કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવો તો હું વિના શરતે કોંગ્રેસમાં જઈશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.