હવામાન નિષ્ણાંતની આગાહી, આગાહી 25 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે
ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાતવરણ સૂકું રહેશે અને કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ વાતવરણ યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં એક થી બે ડીગ્રીનો વધારો થશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહીનાનાં અંતમાં 25 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી વધશે. અત્યારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 છે અને અમદાવાદમાં 17.7 ડીગ્રી નોંધાયું છે જયારે ગાંધીનગરમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહ્યું હતું.