સતત સાતમા દિવસે પેટ્રોલમાં ૫૯ અને ડિઝલમાં ૫૮ પૈસાનો વધારો

ગુજરાત
ગુજરાત

ન્યુ દિલ્હી : કોરોના સંકટથી ત્રસ્ત પ્રજાને માથે હવે પેટ્રોલ-ડીઝલના વધારાનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. શનિવારે પેટ્રોલમાં લિટરદીઠ ૫૯ પૈસા તેમજ ડીઝલમાં ૫૮ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સળંગ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંકવામાં આવતા સપ્તાહમાં પેટ્રોલ રૂ. ૩.૯૮ તેમજ ડીઝલ રૂ.૪ મોઘું થયું છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક-એક રૂપિયો વધારાનો ટેક્સ લગાવી દીધો છે. દેશમાં ૮૨ દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં થયા બાદ તેલ કંપનીઓ દ્વારા સળંગ સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.