રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત
monsoon
ગુજરાત

અમદાવાદ : રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થયા બાદ લોકો સાર્વત્રિક વરસાદની રાહ જાઈએ રહ્યા છે.ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટ ડાક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, એક સાકલોનીક સર્ક્યુલેશનન સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે ૪ જુલાઈથી ૭ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. અને અનુમાન છે કે સાર્વત્રિક વરસાદ થશે. આ વરસાદ ખેતીના પાક માટે ફાયદો કરાવશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. કારણે કે દરિયામાં પવન અને લહેરોની ગતિ તેજ રહશે. ૪ થી ૭ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.