પ્રથમ ફાઈવ-જી લેબને મંજૂરી અપાશે ગુજરાત યુનિ.માં

ગુજરાત
ગુજરાત

તાજેતરમાં અમદાવાદથી વંદે ભારત ટ્રેન શરૃ કરાઈ છે ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે યુનિ.ના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ૨૦૨૫ સુધીમાં વંદે ભારત-૩ લાવવાની પણ યોજના છે. આ ફેઝ-૩ અંતર્ગત ૨૦૨૫ સુધીમાં ૨૨૦ કિ.મી પ્રતિ કલાકની હાઈસ્પીડ ટ્રેન દોડતી થશે. અમદાવાદ અને સુરત સહિત દેશના ૧૯૯ સ્ટેશનો વર્લ્ડ કલાસ બનાવાશે. આ પ્રસંગે કેન્દ્રિય રેલવે મંત્રી દ્વારા ગુજરાત યુનિ.માં આગામી સમયમાં ફાઈવ જી લેબોરેટરી શરૃ કરવા માટે પણ મંજૂરી આપવાની જાહેરાત કરાઈ હતી.
કેન્દ્રિય રેલવ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે દેશમાં ૧૯૯ નવા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનો પ્લાન ઘડવામાં આવ્યો છે. હાલમાં ૧૩૪ રેલવે સ્ટેશનનો માસ્ટર પ્લાન અન્ડર પ્રિપરેશનમાં છે, જેમાંથી ૬૫ સ્ટેટશનની ડિઝાઇન અપ્રુવ પણ થઇ ગઇ છે. જ્યારે ૪૭ ટેન્ડર્સ ઇસ્યૂ પણ કરી દેવામાં આવ્યા છે અને ૩૪ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની કવાયત ચાલું પણ થઇ ગઇ છે. તેઓએ કહ્યુ કે આપણે ત્યાં રેલવેમાં દરરોજ અઢી કરોડ લોકો મુસાફરી કરે છે. આજે રેલવેમાં મેનેજમેન્ટ, ડિસીપ્લિન અને ટેકનોેલોજીનો ઉત્કૃષ્ટ સમન્વય રાખવામાં આવ્યો છે. જેના કારણે ભૂતકાળની સાપેક્ષમાં અકસ્માતોની સંખ્યા ઘટી છે. ગુજરાતના અન્ય શહેરમાં તૈયાર થનારા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની વાત કરતા તેમણે કહ્યું કે અમદાવાદ અને સુરતમાં પણ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે.૧૫ દિવસ પહેલા જ આનું ટેન્ડર થઇ ગયું છે. આ સ્ટેશન ડેવલપ કરવામાં પણ રૃફ પ્લાઝાનો કન્સેપ્ટ છે. આ તમામ સ્ટેશન મલ્ટીલેવલ ઇન્ટિગ્રેશનનું આયોજન છે. આ ઉપરાત ભુજ, ઉના, સોમનાથના રેલવે સ્ટેશન પર પણ આ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ૨૦૨૫ સુધીમાં વંદે ભારત-૩ લાવવાની પણ યોજના છે. નવી ડિઝાઇન સાથે લાઈટ વેઇટ બોડી હશે અને આ ટ્રેન ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત કરતા તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેનની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. પહેલા બુલેટ ટ્રેનના મોલ્ડ કોરિયાથી મંગાવ્યા હતા. હવે તેનું નિર્માણ ગુજરાતના રાજકોટમાં શરૃ થઇ ગયુ છે અને આજે આજે રાજકોટમાંથી દુનિયાભરમાં મોલ્ડ સપ્લાય થઈ રહ્યા છે.કેન્દ્રિય રેલવે અને આઈટી મીનિસ્ટરે આ પ્રસંગે ગુજરાત યુનિ.માં ફાઈવ જી લેબોરેટરી પણ શરૃ કરવાની જાહેારાત કરી હતી. થોડા સમયમાં ફાઈવ જી લેબને મંજૂરી અપાશે. બેથીત્રણ મહિનામાં કોર નેટવર્ક ઉભુ કરાશે.ફાઈવ-જી મોબાઈલ ટાવર પરના રેડિયો ફ્રિકવન્સી સહિતના સ્પેર પાર્ટસ-ટેકનોલોજી માટેનું આ લેબ દ્વારા રીસર્ચ થશે અને સ્પેર પાર્ટસ કે જે વિદેશથી મંગાવવા પડે છે તે હવે ગુજરાતમાં બન


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.