બોટાદના કૃષ્ણ સાગર તળાવ પાસે ઝુંપડાઓમા લાગી આગ:ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો
બોટાદ શહેરમાં આવેલા કૃષ્ણસાગર તળાવ પાસે બોટાદ નગરપાલિકાના કુવા પાસે આવેલા ઝુંપડામાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જ્યારે તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આગ વિકરાળ હતી જેથી ત્રણ ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા. જોકે કોઈ ઝૂંપડાંની અંદર ન હતું જેથી જાનહાની ટળી હતી.
જાણવા મળતી માહિતી મુજબ, બોટાદ શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતા વાહનોના ડ્રાઈવરોના પરિવાર તળાવ પાસે આવેલી નગરપાલિકાના કુવા પાસે ઝૂંપડા બનાવી વસવાટ કરે છે, ત્યારે આજે બપોરના સમયે શોર્ટ શર્કિટના કારણે એક ઝુંપડામાં આગ લાગતા જોત જોતામાં ત્રણ ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.જ્યારે બનાવની જાણ ફાયર બ્રિગેડના રાજુભાઈ ધાધલને કરતા તાત્કાલિક ઋતુરાજસિંહ પઢીયાર, અજયભાઈ, અશોકભાઈ સહિત ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. જ્યારે સદનસીબે આગ લાગી ત્યારે અંદર કોઈ હાજર ન હતું. જેના કારણે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી અને જાનહાની ટળી હતી.