નાણાંમંત્રી સીતારમણ ચાર દિવસ સુધી ૨૦ લાખ કરોડના પેકેજ વિશે માહિતી આપે તેવી શકયતા
મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ૨૦ લાખ કરોડ રૂપિયાના કોવિડ-૧૯ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આજથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ જણાવશે. બ્રેકઅપ અંગેની માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે. આજે નાણાં મંત્રી સાંજે ૪ વાગે પ્રથમ જાહેરાત કરશે.
જાહેર કરાયેલા રૂ. ૨૦ લાખ કરોડના પેકેજમાંથી આશરે ૮ લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે. હવે ૧૨ લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. તેમાંથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં દ્ગમ્હ્લઝ્ર અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.