નાણા મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ, એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને થશે જાહેરાત

ગુજરાત
ગુજરાત

નવી દિલ્હી. સરકારના ૨૦ લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે. આજે મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવશે.

                                            અપડેટ્સ

  • 8 જાહેરાતો કૃષિ સેકટર સાથે જોડાયેલા માળખાગત ઢાંચા પર કરાશેઃ નાણાં મંત્રી
  • નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- ખેડૂતો લોકડાઉન દરમિયાન પણ કામ કરતા રહ્યાં.
  • લોકડાઉનમાં પીએમ કિસાન યોજના અંતર્ગત 18,700 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા
  • કૃષિના પરંપરાગત ઢાંચા માટે એક લાખ કરોડ આપશે સરકાર.
  • આ પૈસા એગ્રીગ્રેટર્સ, એફપીઓ, પ્રાઈમરી એગ્રીકલ્ચર સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે આપવામાં આવશે જેમ કે કોલ્ડ સ્ટોરેજ.
  • ફૂડ એન્ટરપ્રાઈઝ માઈક્રો સાઈઝ માટે 10 હજાર કરોડ આપવામાં આવશે, જેથી તેઓ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ બનાવી શકે.
  • વેલનેસ, હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનાર 2 લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને ફાયદો થશે.
  • બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદર.
  • મછીમારોને નવી નોકરીઓ આપવામાં આવશે
  • નાણાં મંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી, કોરોનાના કારણે તેને તાત્કાલિક લાગુ કરાઈ રહી છે.
  • માછીમારોને તત્કાલિક નોકરીઓ આપવામાં આવશે, 55 લાખ લોકોને રોજગારી મળશે.
  • તેેનાથી ભારતની નિકાસ બેગણી વધીને 1 લાખ કરોડ રૂપિયાની થઈ જશે. અગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધુ મત્સ્ય ઉત્પાદન થશે
  • હર્બલ વનસ્પતિનું ઉત્પાદન વધારવા માટે 4,000 કરોડ રૂપિયા
  • મધમાખીના પાલન માટે 500 કરોડ રૂપિયાની સહાયતા

હવે તમામ પશુઓનું 100 ટકા રસીકરણ થશે

  • જાનવરોનું રસીકરણ ન થતું હોવાને કારણે હાલ તેમને ફુટ એન્ડ માઉથ ડિસીસ થાય છે.
  • તેના પગલે દૂધના ઉત્પાદન પર અસર પડે છે.
  • જાન્યુઆરી 2020 સુધીમાં 1.5 કરોડ ગાય, ભેસોનું રસીકરણ કરવામાં આવ્યું છે, ગ્રીન ઝોનમાં આ કામ ચાલુ છે.

કેટલ ફીડ પ્રોડક્શનમાં નિકાસ માટે 15000 કરોડ રૂપિયા

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ખાનગી ડેરી પ્રોસેસિંગમાં પ્રોત્સાહન આપવા માટે, કેટલ ફીડ પ્રોડક્શનમાં નિકાસ માટે 15,000 કરોડ રૂપિયાનું ફન્ડ છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ગુરુવારે બીજા દિવસે રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. તેમાં તેમણે કુલ ૯ જાહેરાતો કરી હતી. તેમાંથી ૩ જાહેરાતો પ્રવાસી મજૂર, ૨ નાના ખેડૂતો અને એક-એક જાહેરાત મુદ્રા લોન, સ્ટ્રીટ વેન્ડર્સ, હાઉસિંગ અને આદિવાસી ક્ષેત્રોમાં રોજગારી સાથે જોડાયેલી હતી.

૧. ૮ કરોડ પ્રવાસી મજૂરોને અગામી બે મહીના સુધી મફત રેશન.
૨. અગામી ત્રણ મહિનામાં વન નેશન-વન રેશન કાર્ડ.
૩. પ્રવાસી મજૂરોને ઓછા ભાડામાં મકાન મળશે.
૪. મુદ્રા લોન લેનારને રાહત
૫. ૬ લાખથી ૧૮ લાખની વાર્ષિક આવક ધરાવનારને હાઉસિંગ લોન પર સબસિડી.
૬. ૫૦ લાખ સ્ટ્રીટ વેન્ડર્સ માટે ૫ હજાર કરોડ રૂપિયા.
૭. ૨.૫ કરોડ ખેડૂતો માટે ૨ લાખ કરોડ.
૮. ખેડૂતો માટે ૩૦ હજાર કરોડ રૂપિયાની મદદ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.