વડોદરાની MS યુનિવર્સિટીમાં ફાઇનલ પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય

ગુજરાત
ગુજરાત

પરીક્ષા માટે આગામી ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરાશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા માસ પ્રમોશન જાહેર કરાયા બાદ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સંઘઠનોનું આંદોલન ઉગ્ર બને તે પહેલાં યુનિવર્સિટી દ્વારા આજે ફાઇનલ પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જોકે, ઇન્ટર મિડીયેટ સેમિસ્ટરમાં મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવામાં આવશે. ઓનલાઇન પરીક્ષા માટે આગામી ટૂંક સમયમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

કોરોનાની મહામારીના પગલે શિક્ષણ ઉપર માઠી અસર પડી છે. પહેલા ધોરણથી લઇ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવાનો વખત આવ્યો હતો. જોકે, ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેવા છતાં, કોવિડના કારણે ફિઝિકલી કે ઓનલાઇન પરિક્ષાઓ લેવાઇ નથી. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે અને ધોરણ-12ની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે.

ધોરણ-12ની પરીક્ષાની જાહેરાત બાદ તેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. MS યુનિવર્સિટી દ્વારા આખુ વર્ષ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા વિવિધ સેમિસ્ટરોની ઓનલાઇન પરીક્ષાઓ પણ લેવામાં આવી હતી. જેમાં ટેક્નિકલી ખામીના કારણે ઓનલાઇન પરીક્ષામાં વિવાદો થયા હતા. પરિણામે યુનિવર્સીટી દ્વારા માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા માસ પ્રમોશન જાહેર કરાયા બાદ વિવિધ વિદ્યાર્થી સંઘઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર અસર પડશે. તે બતાવવા માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં શાકભાજી વેચી હતી. અને માસ પ્રમોશનનો નિર્ણય પરત ખેંચી ઓનલાઇન પરીક્ષા લેવા માટે માગણી કરી હતી. આ ઉપરાંત ધરણાં-સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપ્યા હતા. માસ પ્રમોશન વિરોધમાં વિદ્યાર્થી સંઘઠનોનું આંદોલન ઉગ્ર બને તે પહેલાં આજે મહારાજા સયાજી રાવ યુનિવર્સીટીએ માસ પ્રમોશનનો નિર્ણય પરત ખેંચી તમામ ફેકલ્ટીની અંતિમ વર્ષની એટલે કે, ફાઇનલ પરીક્ષા ઓનલાઇન લેવાની જાહેરાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.