નકલી કચેરી બાદ નકલી આધાર કાર્ડ કૌભાંડ, 3 આરોપી ઝડપાયા
રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી છે. ઊના ગીર સોમનાથમાંથી નકલી આધાર કાર્ડ કોભાંડ ઝડપાયું છે.નકલી આધાર કાર્ડ કોભાંડમાં ત્રણ લોકો ઝડપાયાં છે. નકલી આધાર કાર્ડ કૌભાંડમાં અસલમ શેખ, સબીર સુમરા, ભુરો મન્સુરી ઝડપાયા છે.
આ ત્રણ વ્યક્તિઓ 4 હજારથી 13 હજાર રૂપિયા લઈને આધાર કાર્ડ બનાવતાં હતાં.
એલસીબીની ટીમે નકલી આધર કાર્ડ બનાવવાનાં મોટો કોભાંડનો પર્દાફાશ કર્યો છે. ઉનામાં બસ સ્ટેશનની નજીક એક વ્યકિત કોઇપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધાર કાર્ડ બનાવી આપતો હતો. આ અંગેની પોલીસને બાતમી મળતાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આરોપી સહિત દુકાનમાંથી કોમ્પ્યૂટર અને અન્ય બીજા સાધનોને ઝડપી પાડયા હતા.