અમદાવાદ-વડોદરામાં કચરામાંથી વીજળી પેદા થશે

ગુજરાત
ગુજરાત

  • 170 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા100 મેવો વીજળી ઉત્પન્ન શક્ય-અશ્વિનીકુમાર

રાજયની સ્થાનિક સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકા,નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં ઉત્પન્ન થતા ઘન કચરાને ડોર ટુ ડોર યોજના મારફત એકઠો કરવામાં આવે છે. રાજયની 170 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં એકઠા થતા ઘન કચરાથી આશરે 100 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય તેમ છે તેવું શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. તેમણે કહ્યું કે અત્યારે વેસ્ટ એનર્જી પ્લાન્ટ જામનગરમાં કાર્યરત છે અને આગામી દિવસોમાં અમદાવાદ અને વડોદરામાં પણ કાર્યરત કરાશે.

જામનગરમાં દર કલાકે 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે, તેમ જામનગર કમિશ્નર ડી.એન.મોદીએ કહ્યુ હતુ. શહેરી વિકાસ અગ્રસચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે, દેશ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા સંશાધનોમાંથી લગભગ 50 ટકા સંચિત ઇલેક્ટ્રિક પાવર ઇન્સ્ટોલ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે વેસ્ટ ટુ એનર્જી પોલિસી અમલી બનાવી છે. આ વેસ્ટ ટુ એનર્જીને અમલી બનાવવાના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.

પીરાણામાં 35 એકર જમીન ખુલ્લી કરાઇ
અમદાવાદની પીરાણા ડમ્પ સાઈટ પર ઘન કચરાનું પ્રમાણ આશરે કુલ 125 લાખ મેટ્રીક ટનથી વધુ હતું. પીરાણા ડમ્પસાઇટની કાયાપલટ કરવાના લક્ષ્યાંક સાથે જાન્યુઆરી 2019થી પિરાણા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોમાઈનીંગની શરુઆત કરાઇ હતી. અત્યાર સુધીમાં 103 લાખ મેટ્રીક ટન જેટલો કચરો સાફ કરી અંદાજે 35 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

ઇનર્ટનો ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ઉપયોગ
અશ્વિનીકુમારે કહ્યું કે લિગસી વેસ્ટમાંથી વિભાજિત માટી અને ઈનર્ટનો શહેરનાં વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત અમદાવાદ કોર્પોરેશન દ્વારા પીરાણા બાયોમાઈનિંગમાંથી નીકળતાં આર.ડી.એફ.ના પ્રોસેસિંગ માટે 6 એકર જગ્યા ફાળવવામાં આવી છે. પીરાણા બાયોમાઈનીંગમાંથી નીકળતા ઈનર્ટ મટીરીયલને ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 14.5 લાખ કરતાં વધુ મેટ્રીક ટન ઈનર્ટનો ઉપયોગ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.