ED એ 5 શહેરોના 15 સ્થળો પર માર્યો છાપો, 1392 કરોડના બેંક ઘોટાલા સંબંધિત છે સમગ્ર મામલો
ઈડીએ દિલ્હી, ગુરુગ્રામ, મહેન્દ્રગઢ, બહાદુરગઢ અને જમશેદપુરમાં રેડ પાડી છે. ઇડીએ 1392 કરોડ રૂપિયાનાં બેંક ગોટાળાને લઈને 5 શહેરોમાં ૧૫ સ્થળો પર છાપો માર્યો છે. આ રેડ મહેન્દ્રગઢનાં MLA રાવદાનસિંહ અને તેમના પરિવાર અને અન્ય વિરુદ્ધ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં મેસર્સ અલાઈડ સ્ટ્રીપ્સ લીમીટેડ કંપની જે MLA રાવદાન સિંહ અને તેમના પરિવાર સાથે સંબધિત છે. જો કે, કંપની પર 1392 કરોડની લોન લેવામાં આવી હતી અને તેની ભરપાઈ ન કરાઈ હતી.
CBI એ આ મામલે કંપની અને તેના પ્રમોટર્સ મોહિંદર અગ્રવાલ અને ગૌરવ અગ્રવાલ સહીત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી હતી. બાદમાં ઈડીએ આ મામલે અલગથી પીએમએલએ હેઠળ એફઆઈઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.