કચ્છમાં ફરી ભૂકંપના આંચકા, દુધઈ અને ભચાઉમાં 3 ની તીવ્રતાના આંચકા અનુભવાયા

ગુજરાત
ગુજરાત

કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. દુધઈ અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 12 વાગ્યે 12 મીનિટે દુધઈમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયા. જ્યારે સવારે 5 વાગ્યે 59 મિનિટે ભચાઉમાં 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું છે. જ્યારે વહેલી સવારે ભચાઉનમાં અનુભવાયેલા ભૂકંપનું કેંદ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું છે.

નોંધનીય છે કે, આ પહેલા જાન્યુઆરીના 11 દિવસે જ કચ્છમાં 3.3ની તીવ્રતાનો ધરતીકંપ દૂધઈ નજીક નોંધાયો હતો. આ દિવસોમાં ગુજરાતમાં ભૂકંપના કૂલ 35 આંચકા નોંધાયા છે. જેમાં 4 તો રિક્ટર સ્કેલ પર 3.0થી વધુ તીવ્રતાના છે અને ચારેય કચ્છ પંથકમાં નોંધાયા હતા.

11 જાન્યુઆરીએ સવારે 9.05 વાગ્યે દૂધઈથી 13 કિ.મી. ઉત્તરે જમીનમાં 11.8 કિ.મી. ઉંડાઈએ આ ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. આ કેન્દ્રબિંદુ ભચાઉ પછી દેશલપર નજીક હતું. આ પહેલા તા.1 અને તા.7ના ભચાઉ પંથકમાં અને તા.7ના બેલા વિસ્તારમાં તીવ્ર ધરતીકંપ નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.