ભારત-પાક બોર્ડર પર આવ્યો ભૂકંપનો આંચકો, રીક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોધાઇ
- ભારત-પાક બોર્ડરે ભૂકંપનો આંચકો આવ્યો
- રીક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા
કચ્છ જિલ્લામાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે. ભારત પાકિસ્તાન બોર્ડર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ રાત્રે 1 વાગીને 38 મિનિટે રીક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ હતી. આ ફોલ્ટ લાઈન પર અવાર નવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.
કચ્છમાં લગાતાર આવતા ધરતીકંપના આંચકાનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહ્યો છે. બે દિવસના અંતરાલ બાદ ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. જિલ્લાની છેવાડે આવેલા પશ્ચિમ કચ્છના લખપતથી 38 km દૂર નવાસ્થળે કેન્દ્રબિંદુ ધરાવતો 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.