કચ્છના ભચાઉમાં આવ્યો ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ 21 કીમી નોર્થ ઈસ્ટમાં નોંધાયું
હાલમાં અનેક જગ્યાઓ પર ભૂકંપનો સિલસિલો યથાવત છે ત્યારે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો. ત્યારે હવે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે. કચ્છના ભચાઉમાં રાત્રે 8.54 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપની તીવ્રતા 3.4 ની હતી. અને ભૂકંપનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કીમી નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે.
કચ્છમાં આ અગાઉ 21 અને 22 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતું. વાત જાણે એમ છે કે, 21 નવેમ્બરે ભૂકંપનો આંચકો અનુભવ્યાં બાદ હવે ફરી એકવાર 22 નવેમ્બરે સવારે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી.
Tags Earthquake kachchha Rakhewal