વાઈબ્રન્ટ દરમ્યાન ગાંધીનગરના બ્યુટીફિકેશનને ગ્રહણ લગાવનાર દબાણોનો સફાયો

ગુજરાત
ગુજરાત

વાઈબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગરની કાયાપલટ કરવામાં સરકારી તંત્ર રાત દિવસના ઉજાગરા કરી રહ્યું છે. શહેરને રોશનીથી દુલ્હનની માફક સજાવવા આવી રહ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ દરમિયાન ગાંધીનગરના બ્યુટીફિકેશનને ગ્રહણ લગાવનાર ગેરકાયદેસર લારી ગલ્લા, ઝુંપડા, બાંકડા, હોર્ડિંગ્સ હટાવવાની સાથે 24 ટન નાના-મોટા પથ્થરો પણ વીણી લેવામાં આવ્યા છે.આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. જે અંતર્ગત 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે. UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેવાના છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ વાઈબ્રન્ટનું ઉદ્ઘાટન માટે ગાંધીનગર આવી રહ્યા છે.


વાઈબ્રન્ટ સમિટને લઈને શહેરની સાફ સફાઈથી માંડી રોડ રસ્તાનું સમારકામ, રંગબેરંગી ફૂલ છોડ વાવવા ઉપરાંત વીજળીના થાંભલા પણ ઝળહળતા કરી દેવાયા છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનાર મહાનુભાવોમાં રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ શહેરની છબી ઊભી થાય એ પ્રકારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી .ત્યારે ગાંધીનગરના બ્યુટીફિકેશનને ગ્રહણ લગાડનાર ગેરકાયદેસરનાં દબાણો હટાવવાની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે.જે અન્વયે મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા ગાંધીનગરમાં વાઇબ્રન્ટ પહેલા જ્યાં પણ દબાણો દેખાયા છે તેને હટાવવાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને VIP મૂવમેન્ટ વાળા વિસ્તારોમાં દેશ-વિદેશના મહાનુભાવો આવવાના હોય તે રોડ ઉપરના દબાણ જેવા કે 213 લારી-ગલ્લા, 88 થાંભલા/થાંભલી, 79 ભૂંગળા, 643 હોર્ડિંગ્સ/બોર્ડ, 100 જેટલા છાપરાં, 70 લોખંડની ગ્રીલ, 11પાણીની પરબ, 33 બાકડા ઉપરાંત 24 ટન નાના-મોટા પથ્થરો પણ હટાવી લેવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.