અમદાવાદમાં રથયાત્રા દરમિયાન બપોરે અમી છાંટણા થઈ શકે, ચોમાસા માટે મનાય છે શુભ સંકેત

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે ખાનગી હવામાન એજન્સીએ દ્વારા આજે બપોર બાદ વરસાદ પડવાની સંભવાના વ્યક્ત કરી છે. જો કે આજે રથયાત્રા દરમિયાન અમી છાંટણા થાય તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે.

રાજ્યમાં આવેલા બિપરજોય વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. આજે અમદાવાદમાં સવારથી જ ભેજનું પ્રમાણ વધુ છે જેના પગલે લોકલ કન્વેક્ટિવિટીની અસરના કારણે વરસાદ પડી શકે છે. હાલ અમદાવાદમાં પશ્ચિમી-દક્ષિણપશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની ગતિ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની છે. ખાનગી હવામાન એજન્સીઓ આજે બપોરના 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યાના સમય દરમિયાન વરસાદ પડે તેવી આગાહી કરી છે.  જો કે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદની કોઈ સપષ્ટ સિસ્ટમ નથી પણ ભેજને કારણે હળવો વરસાદ થઈ શકે છે.

અમદાવાદની રથયાત્રામાં G-20 યજમાનીની ઝાંખી જોવા મળી હતી. ટેબલામાં પીએમ મોદી સહિત G- 20 દેશના વડાપ્રધાનના કટ આઉટ જોવા મળ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં CM ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રુટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી. વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સલામતી-સુરક્ષાના પોલીસ પ્રબંધ અંગે પણ વિડિયો વોલ દ્વારા ઝીણવટપૂર્વકની જાણકારી મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.