અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ 33 કરોડના બ્લેક કોકેઇન સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં વિદેશી દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે કોકેઈન પણ પકડાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 33 કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પ્રવાસી વિઝા લઈને બ્રાઝિલથી અમદાવાદ આવ્યો હતો.

પ્રવાસી વિઝા પર સાઉ પાઉલો એરપોર્ટથી બ્રાઝિલનો નાગરિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. તેની પાસે કોકેઈન હોવાની ડીઆરઆઈને માહિતી મળી હતી. જ્યારે આ પ્રવાસી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ડીઆરઆઈએ તેને રોક્યો હતો અને તેની પાસેથી 3.21 કિલો બ્લેક કોકેઈન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 33 કરોડ રૂપિયા થાય છે.

બ્રાઝિલનો આ નાગરિક પ્રવાસી વિઝા પર અમદાવાદ આવ્યો હતો. તે આ કોકેઈન અમદાવાદમાં કોને આપવાનો હતો અને તે ક્યાં પહોંચાડવાનું હતું તેની વિસ્તૃત પુછપરછ ડીઆરઆઈના અધિકારીઓ કરી રહ્યાં છે. તેની પેસેન્જર ટ્રોલી અને કેબિન બેગની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.