બોટાદ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો
બોટાદ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લાના 300 મનોદિવ્યાંગ બાળકોએ અલગ અલગ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેનારા તમામ બાળકોને સરકાર દ્વારા આવવા જવાના ભાડું તેમજ જમવાની વ્યવસ્થા કરાઈ હતી. જેથી બાળકોના વાલીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ખેલાડીઓમાં રહેલ પોતાની પ્રતિભા બહાર લાવી શકે તે પ્રમાણેના અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે. જેમાં ખેલ મહાકુંભ અંતર્ગત સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મનોદિવ્યાંગ બાળકો તેમજ બહેરા-મૂંગા હોય તેવા બાળકો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ બોટાદ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લાભરમાંથી 300 જેટલા મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.
જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ તેમજ 800 મીટર દોડમાં આ સ્પેશિયલ બાળકોએ ભાગ લીધો હતો. આ સાથે લાંબી કુદ, ગોળા ફેક, બૉશી, વોલીબોલ સહિતની રમતોમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આ બાળકોએ પોતાની પ્રતિભા બતાવી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગતના સ્પેશિયલ ખેલ મહાકુંભના આ આયોજનથી મનો દિવ્યાંગ બાળકોના વાલીઓમાં એક અનેરો આનંદ અને ખુશી પણ જોવા મળી રહી છે. પોતાના આ બાળકો માટે તે ઘરે ક્યારે પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરી શકે નહીં.રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત બાળકોમાં રહેલ પ્રતિભા ટેલેન્ટ બહાર લાવવાના, આ કાર્યક્રમને લઈ વાલીમાં ખુશી જોવા મળી, તો આવનાર તમામ બાળકોને રાજ્ય સરકાર દ્વારા આવવા જવા માટેનું ભાડું સવારે ચા-નાસ્તો બપોરે જમવાનું તેમજ સોફ્ટ ડ્રિંક સહિતની તમામ વ્યવસ્થાઓને લઈને વાલીઓમાં પણ એક આનંદ અને ખુશી જોવા મળી અને આ પ્રકારના કાર્યક્રમો દર ત્રણ મહિને થાય તે પ્રમાણેની વાલીઓ દ્વારા આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. બોટાદ ખાતે યોજાનાર સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત જી.એન. ડી. મેનેજર પ્રકાશ ભીમાણીએ વિસ્તૃત માહિતી આપી હતી.