ધાનેરાઃ ૨૦ વર્ષીય યુવકને ગઇકાલે કોરોના પોઝિટીવ આવ્યો, આજે મોત

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ધાનેરા

રેડ ઝોન બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસને કારણે એક યુવકનું મોત નિપજ્યુ છે. ગઇકાલે પોઝિટીવ આવેલા યુવકનું કોરોનાને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ બે લોકોના મોત થયા છે. ધાનેરાના ૨૦ વર્ષીય યુવકનો રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે.

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં ગઇકાલે પોઝિટીવ આવેલ કોરોનાના ૨૦ વર્ષીય દર્દીનું મોત થયુ છે. રેડ ઝોન બનાસકાંઠામાં ગઇકાલે એકસાથે ૧૪ પોઝિટીવ કેસ આવ્યા હતા. જેમાં કાંકરેજ, સામઢી, દિયોદર, ધાનેરા, દાંતીવાડા અને ડાંગીમાં કેસો પોઝિટીવ આવ્યા હતા. ધાનેરાના ૨૦ વર્ષના શાહરુખ સોકતભાઈ મુશલાનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જોકે સારવાર દરમ્યાન તેમનું મોત થયાનું સામે આવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.