ગુજરાતમાં 156 બેઠકો પર અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચનારા દાદાની સરકારને એક વર્ષ પૂર્ણ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમા સૌ દાદાના નામથી ઓળખે છે. ગુજરાતમાં 156 બેઠકો પર અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. છેલ્લાં એક વર્ષમાં દાદાએ એવી સિદ્ધિઓ મેળવી છે કે જેની નોંધ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લેવાય છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ વર્ગના લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાગુ કરી. એક વર્ષ દરમિયાન દાદાની સરકાર સામે અનેક પડકારો આવ્યા, પરંતુ દાદાએ તેમના નેતૃત્વ થકી તમામ પડકારોનો સામનો કર્યો. 2024માં લોકસભાની તમામ 26 બેઠકો જીતી હેટ્રિક સર્જવાનો પડકાર દાદાની સરકાર સામે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના એક વર્ષનાં સમયગાળામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.