રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું આવ્યું

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપમાં ઉમેદવારોની પસંદગી અને યાદીને ઓપ આપવાની પ્રક્રિયા પર ભારે મનોમંથન વચ્ચે ચર્ચા ચાલી રહી છે.ત્યારે દિલ્હીથી ભાજપ હાઇકમાન્ડ દ્વારા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.જેમાં ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપવા અને ચૂંટણીલક્ષી સૂચના માટે બંને નેતાઓને દિલ્હી બોલાવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.જેમાં આપે તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે,આ સિવાય કોંગ્રેસે તેની પ્રથમ તબક્કાની એક યાદી જાહેર કરી છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આગામી ૯ અને ૧૦ નવેમ્બર દરમ્યાન મળનારી ભાજપની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લેશે.જે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોના નામો નિર્ણિત કરી દેવામાં આવશે.જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.આગામી ૧૪ નવેમ્બર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.