રાજકોટમાં ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહમાં, આજે ભારત અને ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમ રાજકોટ આવશે

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડેને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ટીમ ઇન્ડિયા આજે રાજકોટ આવી રહી છે. આજથી 27 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ક્રિકેટ ફીવર જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આજરોજ રાજકોટ ખાતે આવી પહોંચશે. વર્લ્ડ કપ પહેલાની આ છેલ્લી મેચ રાજકોટમાં યોજનાર હોય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તડામારમાં તૈયારીઓ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ રોડ ઉપર આવેલી સૈયાજી હોટલ ખાતે ટીમ ઇન્ડિયાને ઉતારો આપવામાં આવનાર છે. ત્યારે આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ ટીમ ઇન્ડિયા હોટેલ ખાતે આવી પહોંચશે. જ્યાં હોટેલ તંત્ર દ્વારા ટીમ ઇડિયાનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવામાં આવશે. રાજકોટમાં મેચ યોજનાર હોય ત્યારે બંને આંતરરાષ્ટ્રીય ટીમો રાજકોટ ખાતે હોટેલમાં રોકાનાર હોય જેને લઇને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને એકસાથે ખાસ વિમાન મારફતે આજરોજ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે. ટીમ ઇન્ડિયા સૈયાજી હોટલ ખાતે જશે અને ટીમ ઓસ્ટ્રેલિયા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે જશે. ઓસ્ટ્રેલિયન ટીમને આવકારવા માટે ફોર્ચ્યુન હોટેલના સ્ટાફમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમને પણ ગુજરાતી ભોજનની સાથે ઓસ્ટ્રેલિયન ફૂડ આપવામાં આવશે. બીસીસીઆઈના નિયમ પ્રમાણે જ ખેલાડીઓને તમામ ફૂડ આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.