અમદાવાદની સ્કૂલોના કર્મચારીઓને અપાશે CPRની તાલીમ
રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુનાં આંકડાંમાં વધારો જોવા મળે છે. જેનાં પગલે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. શાળાના કર્મચારીઓને CPR ની તાલીમ આપવામાં આવશે. જેથી હાર્ટ એટેકનો શિકાર બનેલાં વ્યક્તિને જે તે સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે.
આ અંતર્ગત રાજ્યના તમામ શાળા કર્મચારીઓને CPR ની તાલીમ આપવામાં આવશે. અમદાવાદની શાળાના કર્મચારીઓને ૩ ડિસેમ્બરનાં રોજ CPR ની તાલીમ આપવામાં આવશે. મહત્વનું છે કે ૩ ડિસેમ્બરના રોજ અમદાવાદની શાળાના કર્મચારીઓને જે તે નિયત સ્થળ પર હાજર રહિને તાલીમ આપવામાં આવશે.
Tags Rakhewal ગુજરાત તાલીમ હાર્ટ અટેક