દેશઃ કોરોનાની ભયંકર સ્થિતિ જોતા લોકડાઉન ૧૭ મે સુધી લંબાવાયુ

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગુજરાત

કોરોના મહામારીના હાહાકાર વચ્ચે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ થશે. ૪ મેથી વધુ બે સપ્તાહ માટે લોકડાઉન લંબાવાયું છે. દેશમાં વધુ બે સપ્તાહનો લોકડાઉનમાં વધારો કરાયો છે. દેશમાં સૌ પ્રથમ ૧ દિવસના જનતા કરફ્યુ બાદ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ૨૧ દિવસનું લોકડાઉન કરાયું હતું. તે પછીથી બીજા તબક્કામાં ૧૯ દિવસનું લોકડાઉન અમલમાં કરાયું હતું છતાં વધતા જતા કેસો માટે વધુ ૧૪ દિવસનું લોકડાઉન કરાયું હતું. ૪ મેથી તે અમલમાં આવશે.

કોરોના સામેની લડાઈ આગળ વધી છે. જેને લઈ દેશમાં વધુ બે અઠવાડીયા સુધી લોકડાઉનનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. ત્યારે હવે લોકડાઉન ૩માં ૪મેથી લઈ ૧૭ મે સુધી દેશમાં લોકડાઉન રહેશે. જાન હેં તો જહાન હેંના સૂત્ર સાથે કામ કરતી સરકારે દેશમાં ફરી એક વખત દેશમાં લોકડાઉન ૩ ની જાહેરાત કરી દીધી છે.

કોરોના સંકટ અને લોકડાઉનને લઈને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ બેઠકમાં લોકડાઉનના બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી છે.

માહિતી મુજબ આ બેઠકમાં ૩ મે બાદ સરકારની રણનીતિ અને ૪ મેથી કઈ કઈ છૂટ આપવામાં આવી શકે છે, તેના પર ચર્ચા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે, આગામી એક બે દિવસમાં ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે, જેમાં કયા ઝોનમાં શું છૂટ આપવામાં આવી શકે છે, તેની વિગતવાર માહિતી હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.