દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૩ લાખ ૫૪ હજાર ૧૬૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૦૯૦ દર્દી વધી ગયા
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૩ લાખ ૫૪ હજાર ૧૬૧ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર ૦૯૦ દર્દી વધી ગયા છે. તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રને કહ્યું કે, તે રાજ્યોને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સને તેમનો પગાર આપવા માટેનો આદેશ આપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર ડોક્ટર્સના પગારની ચુકવણી માટેનો રિપોર્ટ ચાર સપ્તાહની અંદર બનાવે. કોર્ટે ચેતવણી પણ આપી કે જો આવું નહીં કરવામાં આવે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સ ક્વૉરન્ટીન સેન્ટરમાં દર્દીઓની સારવાર કરવા માટે ક્યારેય ના નથી પાડતા.
મંગળવારે સતત સાતમા દિવસે ૧૦ હજારથી વધુ સંક્રમિતો મળ્યા હતા. દેશમાં મંગળવારે મોતનો આંકડો પણ ૧૧ હજાર ૯૨૧ પર પહોંચી ગયો છે. જેમાં ગઈ કાલે ૨૦૦૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો બીજી બાજુ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે ૯૩ લોકોના મોત થયા છે. સાથે જ ગત દિવસોમાં થયેલા મોતની પણ ડેથ કમિટિએ કોરોનાથી મોત થયાની પુષ્ટી કરી છે.રાજધાનીમાં કુલ મોતનો આંકડો ૧૮૩૭એ પહોંચ્યો છે. દિલ્હી ગુજરાતને પાછળ છોડીને દેશમાં સંક્રમિતોના મામલામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ દર વધીને ૩.૩૫% થઈ ગયો છે.
મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં મંગળવારે ૧૩૪ દર્દી મળ્યા, જ્યારે ૧૧ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સંખ્યા ૧૧૦૭૦ થઈ ગઈ છે. સાથે જ કોરોનાથી અત્યાર સુધી ૪૭૬ લોકોના મોત થયા છે. રવિવાર સાંજથી રાજ્યના ૨૯ જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી મળ્યો નથી.
ઉત્તરપ્રદેશઃ અહીંયા સોમવારે ૪૭૬ સંક્રમિત મળ્યા, જ્યારે ૧૮ લોકોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગરમાં ૬૦, મેરઠમાં ૨૫, કાનપુરમાં ૧૯, આગરામાં ૧૬ દર્દી વધ્યા હતા. પૂર્વ સાંસદ અને સપા નેતા ધર્મેન્દ્ર યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી અત્યાર સુધી ૪૧૭ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે ૨૫૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૭૦૧ દર્દી મળ્યા હતા, જ્યારે ૮૧ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સંખ્યા ૧,૧૩,૪૪૫ થઈ ગઈ છે. અત્યાર સુધી ૫૫૩૭ દર્દીઓના મોત થયા છે.
રાજસ્થાનઃ રાજસ્થાનમાં મંગળવારે કોરોનાના ૨૩૫ નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી ભરતપુરમાં ૬૯, જયપુરમાં ૪૧, જોધપુરમાં ૧૮, ઉદેયપુરમાં ૨૦, પાલીમાં ૧૦ સંક્રમિત મળ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો ૧૩ હજાર ૨૧૬ થઈ ગયો છે. મંગળવારે ૭ લોકોના મોત પણ થયા હતા.
બિહારઃ બિહારમાં મંગળવારે કોરોના સંક્રમણના ૧૪૮ કેસ સામે આવ્યા હતા. અહીંયા દર્દીઓની સંખ્યા ૬૮૧૦ થઈ ગઈ છે. સાથે જ અત્યાર સુધી ૪૨ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૧ લાખ ૨૭ હજાર ૮૬ સેમ્પલની તપાસ થઈ છે. અત્યાર સુધી ૪૨૨૬ સાજા થયા છે.