રાજ્યમાં કોરોનાના રેકોર્ડ ૯૦૨ કેસ : ૧૦ ના મોત

ગુજરાત
corona
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં પ્રથમવાર ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના કેસ ૯૦૦ ને પાર થયો.રાજ્યમાં આજે માત્ર ૫૬૧૯ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૯૦૨ પોઝિટિવ કેસ નોંધાયા હતાં.આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪૨ હજારને પાર થઇ ૪૨૮૦૮ થયો છે.રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૧૦ વ્યક્તિના મોત નોંધાતા કુલ મૃત્યુ આંક ૨૦૫૭ થયો છે.રાજ્યમાં આજે ૬૦૮ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં ૨૯૮૦૬ વ્યક્તિઓ ડિસ્ચાર્જ થઇ છે.રાજ્યમાં આજે પોઝિટિવ કેસમાં વિક્રમી ઊછાળો નોંધાતા એક્ટીવ કેસ ૧૦૯૪૫ થયા છે. જેમાં ૭૪ દર્દી વેન્ટિલેટર પર અને ૧૦૮૭૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં સતત ચાર દિવસ ૮૦૦ ને પાર કેસ નોંધાયા બાદ આજે પાંચમા દિવસે કેસમાં ઝડપી ઉછાળો થતા ૯૦૦ ઉપર કેસ કોરોનાના નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.