ગુજરાતમાં કોરોનાના ૩ માસનું સરવૈયુ : દર મહિને સરેરાશ ૮૫૦૦ કેસ : કુલ મૃત્યુ ૧૫૯૨

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોના વાયરસના પગપેસારાને આજે ૩ મહિના થયા છે. ૧૯ માર્ચના રોજ રાજયના સુરત અને રાજકોટ શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારે ૩ મહિને પોઝિટિવ કેસોની સંખ્યા હવે ૨૫૬૫૮ પર પહોંચી ગઈ છે તેમજ મૃત્યુઆંક પણ ૧૫૯૨ પર પહોચ્યો છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે ગુજરાતમાં કોરોના વધુ અસર નહીં કરી શકે અકિલા પરંતુ દિવસેને દિવસે તે વધુ ઘાતક બનતો ગયો. રાજય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ૩ મહિનામાં નોંધાયેલા કુલ ૨૫૬૫૮ કેસ મુજબ દર મહિને સરેરાશ ૮૫૫૨ કેસ નોંધાયા છે જયારે કુલ મૃત્યુઆંક ૧૫૯૨ મુજબ દર મહિને સરેરાશ ૫૩૦ લોકો મોતને ભેટ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પહેલો કેસ સુરતમાં ૧૯ માર્ચના રોજ નોંધાયો હતો. રાજકોટમાં પણ એ જ દિવસે કોરોનાનો કેસ સામે આવ્યો હતો. સુરતમાં ૩ મહિનામાં અત્યાર સુધી કોરોનાના કુલ ૩૧૯૧ કેસ, ૧૨૩ મૃત્યુ અને ૨૧૪૬ દર્દી રિકવર થયા છે.

અમદાવાદની સરખામણી સુરતમાં કોરોનાને રોકવામાં સારી સફળતા મળી છે. પરંતુ અનલોક-૧ જાહેર થયા બાદ સુરતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ૨૦મી માર્ચના રોજ અમદાવાદમાં ૩ અને વડોદરામાં અન્ય બે કોરોનાના બે કેસ સામે આવ્યા હતા. જેમાં બધા જ દર્દીઓ વિદેશ પ્રવાસ કરીને પાછા ફર્યા હતાં. ૨૧મી માર્ચે સંખ્યા વધીને ૧૩ થઈ અને તેમાંથી ૧૨ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી ફોરનની હતી. ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસોની સંખ્યા ડરાવી રહી છે, પરંતુ બીજી તરફ રાહતની વાત એ પણ છે કે, છેલ્લા ૩ મહિનામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા કરતા સ્વસ્થ થયેલાની સંખ્યા વધારે છે.

રાજય સરકારના આંકડા મુજબ ૩ મહિનામાં ગુજરાતમાં કુલ ૧૭૮૨૭ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૧૦ કેસ નોંધાયા છે. તેમજ ૩૧ દર્દીઓ મોતને ભેટ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૨૫,૬૫૮ જયારે કુલ મૃત્યુઆંક ૧૫૯૨ પર પહોંચ્યો છે. બીજી બાજુ કુલ ૩૮૯ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૩,૦૮,૭૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ ૩૧ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં ૨૨, સુરતમાં ૬ જયારે પાટણ, ગાંધીનગર અને છોટા ઉદેપુરમાં ૧-૧ વ્યકિતના કોરોના વાયરસના કારણે મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.