ભરૂચમાં વધુ ૮ કેસ, એક દર્દીનું મોત, વડોદરામાં આજે એક દર્દીનું મોત, પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૦૮૭ ઉપર પહોંચી

ગુજરાત
CORONA IN INDIA
ગુજરાત

ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩ ઉપર પહોંચ્યો છે અને મૃત્યુઆંક ૧૦ થયો છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં આજે વધુ ૭ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી છે. સ્પેશ્યિલ કોવિડ-૧૯ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી આજે ૭ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન પાદરાના ૮૪ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જેમના સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૦૮૭ ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૪૬૬ દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ ૫૭૧ દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૧૨૧ દર્દી ઓક્સિજન ઉપર અને ૩૨ દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરા શહેરમાં શુક્રવારે ગોરવા, વાઘોડિયા રોડ, તરસાલી, વાડી, ગોત્રી, માંજલપુર, માંડવી, નવીધરતી, મદનઝાપા રોડ, નવાપુરા, રાવપુરા, દંતેશ્વર, આજવા રોડ, ફતેપુરા, નાગરવાડા, સમા અને હરણી રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા, જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, ભાયલી અને અંપાડમાં કોરોનાના કેસો નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.