ઉત્તર ગુજરાતમાં બગડતી જાય છે કોરોનાથી સ્થિતિ : મહેસાણા બની રહ્યું છે હોટસ્પોટ, 5 દિવસમાં 347 કેસ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1514 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંક હવે 2,17,333 છે. ગુજરાતમાં છેલ્લા 12માંથી 11 દિવસમાં કોરોનાના કેસનો આંક 1500થી વધારે નોંધાયો છે. હાલમાં 14742 એક્ટિવ કેસ છે જ્યારે 90 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 15 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 4064 છે.

ડિસેમ્બરના પ્રથમ પાંચ દિવસમાં જ 7553 કેસ નોંધાયા છે જ્યારે 75ના મૃત્યુ થયા છે.સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે નવમાં સ્થાને છે. હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 83859 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી 296-ગ્રામ્યમાંથી 36 એમ 332 નવા કેસ સાથે કુલ કેસનો આંક હવે 51724 છે. ડિસેમ્બરમાં અત્યારસુધી અમદાવાદમાં 1647 કેસ નોંધાઇ ચૂક્યા છે.

સુરત શહેરમાં 202-ગ્રામ્યમાં 39 એમ 241 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 44904 છે. વડોદરા શહેરમાં 137-ગ્રામ્યમાં 41 સાથે 178,રાજકોટ શહેરમાં 101-ગ્રામ્યમાં 44 એમ 145 નવા કેસ સામે આવ્યા છે. મહેસાણામાં દિવસેને દિવસે ચિંતાજનક સિૃથતિ સર્જાઇ રહી છે. ગુજરાતના એક જ જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મહેસાણા 73 કેસ સાથે પાંચમાં સૃથાને છે. મહેસાણામાં છેલ્લા પાંચ દિવસમાં 347 સાથે કુલ કેસનો આંક હવે 5767 છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં 58 સાથે ગાંધીનગર, 44 સાથે જામનગર, 43 સાથે સાબરકાંઠા, 37 સાથે બનાસકાંઠા-પાટણ, 28 સાથે પંચમહાલનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 9, રાજકોટમાંથી 3, સુરતમાંથી 2 જ્યારે અરવલ્લીમાંથી 1ના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 2109, સુરતમાં 910, રાજકોટમાં 181, અરવલ્લીમાં 25 છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 1.86% છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 344, સુરતમાં 269, વડોદરામાં 221, રાજકોટમાં 118, ગાંધીનગરમાં 65 એમ રાજ્યભરમાંથી છેલ્લા 24 કલાકમાં 1535 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 1,98,527 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે વધીને 91.35% છે. ગુજરાતમાં હાલ 5,41,064 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 69668 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 81,72,380 છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.